Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:10 - પવિત્ર બાઈબલ

10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ. સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ, તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે મેં તેઓ એસાવને નગ્ન કર્યો છે, મેં તેનાં ગુપ્ત સ્થાનો ઉઘાડાં કર્યાં છે, તે પોતાને ગુપ્ત રાખી શકશે નહિ. તેના વંશજો, તેના ભાઈઓ તથા તેના પડોશીઓ નષ્ટ થયા છે, ને તે નાબૂદ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ મેં એસાવના વંશજોને નગ્ન કરી દીધા છે, તેમ જ તેમનાં સંતાવાનાં સ્થાનો ઉઘાડાં કર્યાં છે; તેથી તેઓ કોઈ જગાએ સંતાઈ શકે તેમ નથી. અદોમના વંશજોનો વિનાશ થયો છે. તેમના સગાંસંબંધી અરે, પાડોશીઓ પણ નાશ પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પરંતુ હું એસાવને ખાલી કરી નાખીશ. મેં તેના ગુપ્ત સ્થાનો ખુલ્લાં કર્યા છે. તેને સંતાવાની જગ્યા રહેશે નહિ, તેનાં બાળકો, તેના ભાઈઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને તેઓ બધા સમાપ્ત થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:10
13 Iomraidhean Croise  

કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.


જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે; જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા! આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય. અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.


અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી રાખેલા ગુપ્ત ખજાના આપીશ: ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.


હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ.


શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે.


હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે. હવે તને યહોવા દેશવટે નહિ રાખે. હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા, કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.


તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય, તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ. જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે, તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.


એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો! તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!


હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સંહાર કરવામાં આવશે.


શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”


Lean sinn:

Sanasan


Sanasan