યર્મિયા 48:45 - પવિત્ર બાઈબલ45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.45 લાચાર નિર્વાસિતો હેશ્બોનમાં આશરો શોધે છે, પણ હેશ્બોનમાં તો આગ લાગી છે. એક વેળાએ એ સિહોન રાજાનું પાટનગર હતું, પણ અત્યારે તો ત્યાં જવાળા ભભૂકે છે અને એ ગર્વિષ્ઠોની ભૂમિ મોઆબની સીમો અને પહાડોને ભરખી જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે. Faic an caibideil |