Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:40 - પવિત્ર બાઈબલ

40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે, અને તેની પર આક્રમણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 યહોવા કહે છે, “જુઓ, તે ગરૂડની જેમ ઊડી આવશે, ને મોઆબની સામે પોતાની પાંખો ફેલાવશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, તે ગરુડની જેમ ઊડી આવશે. અને મોઆબ સામે પોતાની પાંખો ફેલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:40
11 Iomraidhean Croise  

આકાશમાં ઊડતા ગરૂડની ચાલ, ખડક ઉપર ચાલતા સાપની ચાલ, મધદરિયે તરતા વહાણની ચાલ, અને યુવાન સ્ત્રી સાથેના પુરુષના વ્યવહાર.


તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.


તે યહૂદામાં ધસી જશે, અને આગળ વધતા વધતા તે તેના ગળા સુધી પહોંચશે, અને તેના પાણી તમારી સમગ્ર ભૂમિમાં ફરી વળશે અને તેને ભરી દેશે. પરંતુ દેવ આપણી સાથે છે, તારા આખો દેશ ભરપૂર થઇ જશે!


જુઓ, તોફાની પવનની જેમ લશ્કર અમારા પર ચઢી આવશે. તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે, તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે. ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.


સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.


આકાશના ગરૂડ કરતાંય ઝડપથી તેઓએ અમારો પીછો કર્યો; પર્વતો પર પણ તેમણે અમારો પીછો કર્યો; ને રાનમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઇ ગયા.


તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું: “‘રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું.


“પહેલું પ્રાણી સિંહ જેવું હતું, પણ તેને ગરૂડ જેવી પાંખો હતી, અને હું જોતો હતો કે, તેની પાંખો ખેંચી લેવામાં આવી જેથી તે ઊડી શકે નહિ. તેને બે પગ ઉપર માણસની જેમ જમીન પર ઊભું રાખવામાં આવ્યું. અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું હતું.


યહોવા કહે છે: “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે.


તેમના ઘોડેસવારો ઝડપથી દૂરથી આવે છે, તેઓ શિકાર પર તૂટી પડતા ગરૂડના જેવા છે.


“યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.


Lean sinn:

Sanasan


Sanasan