Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:7 - પવિત્ર બાઈબલ

7 પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી એ આરામ શી રીતે કરે? કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ યહોવાએ તને આજ્ઞા આપી છે, તો તું કેમ શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્રના કાંઠાની વિરુદ્ધ યહોવાએ તરવાર નિર્માણ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પણ તે કેવી રીતે ઝંપે? કારણ, મેં પ્રભુએ જ એ તલવારને આજ્ઞા આપી છે, મેં જ તેને આશ્કલોન નગરમાં અને દરિયાકિનારે વસતા લોકોનો સંહાર કરવા આદેશ આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:7
15 Iomraidhean Croise  

હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.


દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા યોદ્ધાઓને મારા સૈનિકોને, મારા વિશ્વાસુ લડવૈયાઓને, મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.


“‘પણ શું તને ખબર નથી કે, મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી? અને અત્યારે મેં એને હકીકત બનાવી છે. મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.


જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ! જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!”


“અથવા, જો હું એ દેશમાં યુદ્ધ મોકલું અને કહું કે, જા, એ દેશમાં બધે ફરી વળ અને માણસોનો અને પશુઓનો સંહાર કર,


“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ, આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે. એ તરવાર સંહાર કરનારી છે, એ પ્રાણ હરનારી તરવાર છે. એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે, એને જોઇને લોકો હિંમત હારી જાય છે.


“‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ.


“હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “‘તરવાર! હા, તેને ધારદાર અને ચમકતી બનાવવામાં આવી છે.


તેથી યહોવા મારા માલિક કહે છે: “હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને પલિસ્તીઓનો નાશ કરીશ અને દરિયાકિનારાના બાકીના લોકોને સાફ કરી નાખીશ.


રણશિંગડું નગરમાં વગાડવામાં આવે તો લોકો ડર્યા વિના રહે? શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના નગર પર આફત આવે ખરી?


યરૂશાલેમના સર્વ રહેવાસીઓને યહોવા બોલાવે છે; “જેઓ ખરેખર શાણા છે તે તમારા નામથી બીશે. સજાના દંડ ઉપર અને તેની નિમણૂંક કરનાર ઉપર ધ્યાન આપો.


હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”


Lean sinn:

Sanasan


Sanasan