Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:29 - પવિત્ર બાઈબલ

29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી યહોવા કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો ખચીત કાયમ રહેશે, એ તમે જાણો માટે આ જગ્યાએ હું તમને શિક્ષા કરીશ, એનું આ ચિહ્ન તમારે માટે થશે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ જેથી તમે જાણો કે તમારા પર વિપત્તિ લાવવાના મારા સંદેશા અટલ છે અને એ માટે હું તમને આ નિશાની આપું છું:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:29
14 Iomraidhean Croise  

વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.


તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.


ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે, પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”


“યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.”


એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે: જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે. અને તેનું નામ “ઇમ્માનુએલ” એટલે કે આપણી સાથે દેવ એવું પડશે.


હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.


યહોવા કહે છે: ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.’”


પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”


તારા બે પુત્રો હોફની અને ફીનહાસ બંને એક જ દિવસે મૃત્યુ પામશે, અને એમના હાલ જોઈને તને ખાત્રી થશે કે માંરું કહ્યું સાચું પડવાનું છે.


Lean sinn:

Sanasan


Sanasan