યર્મિયા 44:22 - પવિત્ર બાઈબલ22 તમે જે દુષ્કર્મો કરતા હતા તે યહોવા વધુ વખત સહન કરી શક્યા નહિ; તેથી તેમણે તમારો દેશ જેમ આજે છે તેમ ઉજ્જડ, વેરાન, શ્રાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. Faic an caibideil |
યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.