Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 43:11 - પવિત્ર બાઈબલ

11 તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તે આવીને મિસર પર હુમલો કરશે; મરણને માટે નિર્માણ થયેલા તેઓ માર્યા જશે અને બંદીવાસને માટે નિર્માણ થયેલા બંદીવાસમાં જશે, તલવારને સારુ નિર્માણ થયેલા તેઓ તલવારથી માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 43:11
15 Iomraidhean Croise  

દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે.”


અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ?’ ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે: “‘જેઓ રોગથી મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ યુદ્ધમાં મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ દુકાળથી મૃત્યુ પામવાના છે તેમણે દુકાળ તરફ જવું, અને જેઓ બંદીવાસમાં જવા નિર્માયા છે તેમણે બંદીવાસમાં જવું.’


ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે.


મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.


અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”


યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.


યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ.


ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ.


તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ.


તેથી મેં તેઓને કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ, જે મરવાના છે તે ભલે મરતાં, જે નાશ પામવાના છે તે ભલે નાશ પામતાં, જે બાકી રહે તે ભલે એકબીજાને ખાઇ જતાં.”


જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે, તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan