Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 4:5 - પવિત્ર બાઈબલ

5 “યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો. ‘તમારા જીવ બચાવવાને દોડો! કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો, ને યરુશાલેમમાં કહી સંભળાવો; દેશમાં રણશિંગડું વગાડો; અને પોકારીને કહો કે, આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 4:5
16 Iomraidhean Croise  

“તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે.


“આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ.


પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.”


યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો, યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો:


“હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો, યરૂશાલેમમાંથી નીકળી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો, સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.


પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ? આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ અને ત્યાં મૃત્યુ પામીએ, કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે અને આપણા સર્વ પાપોને કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.


મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”


“ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે.


યહોવા કહે છે: “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે.


સિયોનમાં રણશિંગડું વગાડો, મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો. દેશના સર્વ લોકો, થરથરી ઊઠો, કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે. તે છેક નજીક છે.


રણશિંગડું નગરમાં વગાડવામાં આવે તો લોકો ડર્યા વિના રહે? શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના નગર પર આફત આવે ખરી?


સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?


“બે ચાંદીનાં ધડેલાં રણશિંગડાં બનાવડાવ અને લોકોને ભેગા થવા કહેવા માંટે તથા પડાવને આગળ વધવા કહેવા માંટે તેનો ઉપયોગ કરજે.


જે સમયે બંને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાંજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવાનું છે.


યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો.


Lean sinn:

Sanasan


Sanasan