યર્મિયા 38:1 - પવિત્ર બાઈબલ1 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યર્મિયા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યર્મિયાએ સર્વ લોકોની આગળ કહ્યું, “યહોવા કહે છે કે, જે આ નગરમાં રહેશે તે તરવારથી, દુકાળથી, તથા મરકીથી મરણ પામશે; પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે, તે તેનો જીવ લૂંટ તરીકે ગણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1-3 યર્મિયા સર્વ લોકોની આગળ સંદેશાઓ પ્રગટ કરતો હતો. તે કહેતો, “પ્રભુ આ પ્રમાણે કહે છે: જે કોઈ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યો જશે, પણ જે કોઈ ખાલદીઓને તાબે થશે તે જીવતો રહેશે; પોતાનો જીવ બચે એ જ યુદ્ધમાં લૂંટ મળ્યા બરાબર ગણાશે. કારણ, પ્રભુ આમ કહે છે કે આ નગર બેબિલોનના રાજાના લશ્કરના હાથમાં સોંપી દેવાશે અને તે તેને જીતી લેશે.” આ સંદેશા માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખીયાના પુત્ર પાશહૂરે સાંભળ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આ સર્વ વચનો માત્તાનના દીકરા શફાટયાએ, પાશહૂરના દીકરા ગદાલ્યાએ, શેલેમ્યાના દીકરા યુકાલે અને માલ્કિયાના દીકરા પાશહૂરે સાંભળ્યા. યર્મિયાએ લોકોને કહ્યું કે, Faic an caibideil |