Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 37:17 - પવિત્ર બાઈબલ

17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?” યર્મિયાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે તેને મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછ્યું કે, આજના દિવસોમાં “શું યહોવાહ તરફથી કોઈ વચન છે?” યર્મિયાએ કહ્યું, હા, છે, “વળી તને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 37:17
25 Iomraidhean Croise  

જયારે મીખાયા રાજાની સન્મુખ આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોદ-ગિલયાદ પર હુમલો કરીએ કે રોકાઈ જઈએ?” તેણે કહ્યું, “હુમલો કરો અને વિજય પામો. યહોવાએ નગર રાજાના હાથમાં સુપ્રત કરી દેશે.”


રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?”


તેની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, સાંકળે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો.


હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી? મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા, દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”


અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’


“પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે.


તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ, નાસી જવાને રસ્તો પણ નહિ મળે. હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.


તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યર્મિયા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”


રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”


પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ.


આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે.


આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”


હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.


Lean sinn:

Sanasan


Sanasan