Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:21 - પવિત્ર બાઈબલ

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:21
16 Iomraidhean Croise  

બાબિલના સૈનિકોએ સિદકિયાને પકડીને તેમના રાજા નબૂખાદનેસ્સારની પાસે રિબ્લાહ લઈ ગયા. અને ત્યાં તેને સજા કરવામાં આવી.


તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ.


સિદકિયા રાજાએ યર્મિયાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે.


અને રાજા સિદકિયા બચવા નહિ પામે, તેને ચોક્કસપણે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેને રૂબરૂ મળશે અને તેની સાથે વાત કરશે.


પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા.


યહોવા કહે છે: ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.’”


બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં.


પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ.


યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે નાકમાંના શ્વાસ જેટલો મહત્વપૂર્ણ હતો તે અમારા શત્રુઓના બંદીવાસમાં બંદી થઇ પડ્યો હતો, અમે કહેતા હતા “અમે તેની છત્રછાયામાં અમારા શત્રુઓની વચ્ચે સુરક્ષિત છીએ.”


“તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો.


ના! યહોવા કહે છે કે, “હું ખાતરી પૂર્વક કહું છું કે ઇસ્રાએલનો રાજા મૃત્યુ પામશે. જે રાજાએ તેને અધિકાર આપ્યો અને જેના કરારનો ભંગ કર્યો તે રાજાના દેશમાં એટલે બાબિલમાં સિદકિયા મૃત્યુ પામશે.


હું તેના પર મારી જાળ નાખીને તેને પકડી લઇશ અને હું તેને બાબિલમાં લઇ જઇશ અને મારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ, હું તેને ન્યાયાલયમાં ઢસડી જઇશ.


Lean sinn:

Sanasan


Sanasan