Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:5 - પવિત્ર બાઈબલ

5 આ યહોવાના વચન છે: “મેં ભયની એક ચીસ સાંભળી છે, નહિ કે શાંતિની.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “યહોવા કહે છે કે, [તમે કહો છો કે,] ‘અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે, તે તો શાંતિનો નહિ, પણ ભયનો [અવાજ] છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 “મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:5
22 Iomraidhean Croise  

તેઓ તે દિવસે તેમના શિકાર બનેલા ઇસ્રાએલીઓ સામે સાગરના ઘૂઘવાટ જેવી ગર્જના કરશે. અને જો કોઇ ધરતી ઉપર ધારીને જોશે તો તેને અંધકાર અને આફત દેખાશે, પ્રકાશ વાદળાંથી ઘેરાતો દેખાશે.


આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ, ને હોલાની જેમ કણીએ છીએ. આપણે ન્યાયને ઝંખીએ છીએ, પણ ન્યાય મળતો નથી, તારણની આશા રાખીએ છીએ, પણ તે અમારાથી દૂર રહે છે.


વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે. કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે. દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી બધાના જીવને અશાંતિ છે.


સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે, ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે, કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.


ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે:


પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું.


યહોવા કહે છે, “ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.


હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, રાખમાં બેસો, અને એકના એક પુત્રને માટે હોય તેમ ભગ્નહૃદયે ચિંતા કર. કારણ કે વિનાશ કરનાર સૈન્યો એકાએક આપણા પર ચઢી આવશે.


ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે; ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે, તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે, એ લોકો આખો પ્રદેશ અને એમનું સર્વસ્વ, શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”


સાંભળ! દુર સુધી દેશમાં મારા લોકોની ચીસ સંભળાય છે, તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી? સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?” યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને અને તમારા વિદેશી દેવો દ્વારા શા માટે મને ક્રોધિત કર્યો છે?”


“સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”


તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ. તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય તેમ તમે ટાટ પહેરશો અને શોકની નિશાની તરીકે માથાના વાળ મુંડાવશો; તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”


“અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.


જગતમાં હું એક નવું કાર્ય સ્થાપી રહ્યો છું, એટલે કે ખાલદીઓ જે-ક્રૂર અને હિંસક પ્રજા છે, તેઓ તેમની માલિકીના ન હોય તેવા સ્થળો કબજે કરવા પૃથ્વીના છેડા સુધી જશે.


Lean sinn:

Sanasan


Sanasan