Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:22 - પવિત્ર બાઈબલ

22 તમે મારા લોક થશો અને હું તમારો દેવ થઇશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:22
17 Iomraidhean Croise  

તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ.


મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની જ છું; તે પોતાના ટોળાં સફેદ કમળોની વચ્ચે ચરાવે છે.


જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.


હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.


યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.”


“પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે.


તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.


જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.’”


તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.”


હું મારું નિવાસસ્થાન તેઓની વચ્ચે રાખીશ. અને તેઓનો હું દેવ થઇશ અને તેઓ મારી પ્રજા થશે.


હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ. મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ, હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”


અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’”


યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.”


દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’ પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”


ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.


મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે.


Lean sinn:

Sanasan


Sanasan