Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 3:6 - પવિત્ર બાઈબલ

6 યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વર્તી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 3:6
24 Iomraidhean Croise  

તેમણે દરેક ઊંચી ટેકરી અને દરેક છાયો આપતા વૃક્ષ નીચે લોકોએ ઉચ્ચસ્થાને પવિત્ર સ્તંભો અને અશેરાહના સ્તંભ બાંધ્યા.


જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ્ય કર્યું.


તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.


“પરંતુ તમે જાદુગરના પુત્રો, વ્યભિચારી અને વારાંગનાના સંતાનો! અહીં પાસે આવો.


તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો અને વિજાતિય વ્યવહાર કરો છો.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વર્ષે તેને યહોવાની વાણી સંભળાઇ;


તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”


કારણ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.


તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો.


હે જક્કી ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અવઢવમાં રહીશ? “કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે. કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”


કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.” આ યહોવાના વચન છે.


“પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા.


દેવ કહે છે, “તેં તારી મૂર્તિઓની વેદીઓ તથા વારાંગનાગૃહ દરેક શેરીએ બંધાવ્યા છે. તું વારાંગના કરતાંય ભૂંડી છે. તું બીજી વારાંગનાઓની જેમ પૈસા પણ લેતી નથી.


તેથી હવે હે વારાંગના, યહોવાના વચન સાંભળ.


મેં તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં હું તેઓને લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોયાં. અને તે દરેકની આગળ બલિદાનો, સુવાસિત ધૂપ અને પેયાર્પણો અર્પણ કરી તેઓએ મને ક્રોદિત કર્યો છે.


“તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ.


મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.


“મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.”


તેઓ પર્વતોના શિખરો ઉપર મૂર્તિઓ સન્મુખ બલિદાન કરે છે; ડુંગરો ઉપર જઇને ઓકવૃક્ષો, પીપળાવૃક્ષો તથા એલાહવૃક્ષો તળે, ધૂપ બાળે છે; એને લીધે તમારી પુત્રીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.”


પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan