Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:3 - પવિત્ર બાઈબલ

3 તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલઆસાહ તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બંનેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે સર્વની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બેઉની મારફતે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદિયાના રાજા સિદકિયાએ શાફાનના પુત્ર એલઆસા અને હિલકિયાના પુત્ર ગમાર્યાને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા ત્યારે તેમની મારફતે યર્મિયાએ પત્ર મોકલ્યો. પત્રની વિગત આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો દીકરો ગમાર્યા તે બન્નેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:3
11 Iomraidhean Croise  

અને રાજાને તેડાવ્યો; એટલે રાજાના મહત્વના અમલદારો હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો મુખ્ય કારભારી હતો, રાજયમંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર યોઆહ જે નોંધણીકાર હતો એ સૌને તેમણે મળવા મોકલ્યા.


તેણે હિલ્કિયા યાજકને, શાફાનને, પોતાના મદદનીશ અસાયાને, શાફાનના પુત્ર અહીકામને તથા મીખામાહના પુત્ર આખ્બોરને આજ્ઞા કરી.


મુખ્યયાજક હિલ્કિયાએ સચિવ શાફાનને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પોથી શાફાનને આપી અને તેણે તે વાંચી જોઈ.


તેનો પુત્ર હેલેસ, તેનો પુત્ર એલઆસાહ,


તેનો પુત્ર હિલ્કિયા, તેનો પુત્ર અઝાર્યા,


અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે,


ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા.


પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યર્મિયાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યર્મિયાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.


જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ટઓળિયું ન બાળવા કહ્યું હતું, પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું.


યર્મિયાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.


શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan