Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 29:1 - પવિત્ર બાઈબલ

1 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યકોન્યા રાજા, રાજમાતા, ખોજાઓ, યહૂદિયાના અને યરુશાલેમના સરદારો, કારીગરો તથા લુહારો યરુશાલેમથી ગયા પછી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1-2 યકોન્યા રાજા, રાજમાતા, રાજમહેલના અધિકારીઓ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો અને લુહારો યરુશાલેમમાંથી દેશનિકાલ કરાયા તે પછી યર્મિયાએ દેશનિકાલ કરાયેલા લોકોને એક પત્ર પાઠવ્યો. ત્યાં બાકી રહેલા વડીલો, યજ્ઞકારો, સંદેશવાહકો અને જે બીજા લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બેબિલોન લઈ ગયો તે સર્વને ઉદ્દેશીને યર્મિયાએ એ પત્ર પાઠવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલમાં લઈ ગયો ત્યારે યર્મિયા પ્રબોધકે આપેલા વચનો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 29:1
16 Iomraidhean Croise  

અને યહૂદાનો રાજા યહોયાખીન, તેની મા, તેના અમલદારો, તેના આગેવાનો અને દરબારીઓ સૌ બાબિલના રાજા પાસે ગયાં અને બાબિલના રાજાએ તેમને પકડીને કેદ કર્યા. નબૂખાદનેસ્સાર રાજા હતો ત્યારે તેના શાસનના 8મેં વર્ષે આ બન્યું.


ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો.


મોર્દખાયે આ સર્વ બનાવોને લખી અને અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા.


અને સાચે બન્યું પણ એમ જ. પ્રબોધક હનાન્યા તે જ વર્ષે સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો.


તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમ જ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદિયાના બધા લોકોને પાછા લાવીશ, કારણ, હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ.’” આ યહોવાના વચન છે.


“અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.”


હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ,


તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે,


તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે: યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા: વહાલા ભાઈઓ,


મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા.


હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો.


મારા ભાઈઓ અને બહેનો, મેં જે તમને કહ્યું છે તે તમને ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. તમને મજબૂત કરવા મેં કહ્યુ છે અને ટૂંકમાં લખ્યું છે. ભાઈઓ મારે તમને એ જણાવવું છે કે તિમોથી હવે જેલમાંથી છૂટ્યો છે, જો તે અહીં વહેલો આવશે તો, હું તેની સાથે તમારી પાસે આવીને તમને મળીશ.


Lean sinn:

Sanasan


Sanasan