Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 28:6 - પવિત્ર બાઈબલ

6 “આમીન! યહોવા એ પ્રમાણે કરો. તમે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તો તમે સાચાં પાડો અને મંદિરની બધી સાધન-સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઇ આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “હા, ” યર્મિયા પ્રબોધકે કહ્યું, “તેમ થાઓ:યહોવા એમ કરો; યહોવાના મંદિરનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને ભવિષ્યનાં તારાં જે વચનો તેં કહ્યાં છે તે યહોવા પૂરાં પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 “આમીન! પ્રભુ એ પ્રમાણે કરો! પ્રભુ તારી આગાહી સાચી પાડો અને બેબિલોન દેશમાંથી મંદિરનાં પાત્રો અને દેશનિકાલ થયેલા બધા લોકોને આ સ્થળે પાછા લાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 28:6
22 Iomraidhean Croise  

ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે!


હે યહોવા, ઇસ્રાએલના દેવ, અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ. સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી.


હે ઇસ્રાએલના દેવ યહોવા, અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ; સર્વ લોકો આમીન કહો. અને તમે યહોવાની સ્તુતિ કરો!


ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે. આમીન તથા આમીન.


તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!


યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન!


“તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.” પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”


યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં આગ્રહ કર્યો નથી, મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી, એ તમે જાણો છો; મારે મોઢેથી શું નીકળ્યું હતું એની તને ખબર છે.


ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.


બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ.


“બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા.


“આ જળ તારા પેટમાં પ્રવેશીને તેને ફુલાવી દો, અને તારા ગર્ભાશયને સંકોચાવી દો. પછી તે સ્ત્રીએ ‘આમીન’ ‘આમીન’ એમ જવાબ આપે.”


મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”


અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.’


તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન” નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો.


દેવના દરેક વચનોની “હા” તે ખ્રિસ્તમાં છે. અને તેથી જ આપણે ખ્રિસ્તના થકી “આમીન” કહીએ છીએ. દેવનો મહિમા થાઓ.


હું એક જે જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ જુઓ: હું અનંતકાળ જીવતો છું! અને મૃત્યુ તથા હાદેસ ની ચાવીઓ હું રાખું છું.


પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે: “આમીન, હાલેલુયા!”


“લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે: “જે આમીન છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:


તે ચારે જીવતા પ્રાણીઓએ કહ્યું, “આમીન!” અને વડીલોએ પગે પડીને આરાધના કરી.


Lean sinn:

Sanasan


Sanasan