21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો.
21 જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના સર્વ શૂરવીરોએ તથા સર્વ સરદારોએ તેનાં વચનો સાંભળ્યાં, ત્યારે રાજાએ તેને મારી નાખવાનો વિચાર કર્યો; પણ ઉરિયા તે સાંભળીને બીધો ને મિસરમાં નાસી ગયો.
21 જ્યારે યહોયાકીમ રાજા, તેના સર્વ સૈનિકો અને અધિકારીઓએ ઉરિયાનો સંદેશ સાંભળ્યો ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી ઉરિયા બીકનો માર્યો ગભરાઈને ઇજિપ્ત નાસી ગયો.
21 પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
જેટલી ખાત્રી યહોવા તમાંરા દેવની હાજરીની છે તેટલી જ ખાત્રીથી હું કહું છું કે, આ પૃથ્વી પર એક છેડાથી બીજા છેડા સુધી એવા કોઈ રાજય કે પ્રજા બાકી નથી, જયાં રાજાએ તમાંરી શોધ કરી ના હોય, અને દેશના રાજાએ જયારે બધાંને પૂછયું અને તેઓ બધાં કહેતા કે ‘એલિયા’ અહીં નથી ત્યારે એ કથન સાચું છે એવું પૂરવાર કરવા રાજા તેની પાસે વચન લેવડાવતો હતો.
ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. એ આ લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.”
જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.
“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.