Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 26:2 - પવિત્ર બાઈબલ

2 “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું યહોવાહના સભાસ્થાનના આંગણામાં ઊભા રહીને યહૂદિયાના સર્વ નગરોમાંથી જે લોકો ઘરમાં ભજન કરવા આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને કહેવા કહ્યું છે તે સર્વ બોલ. તેમાંનો એક પણ શબ્દ ભૂલ્યા વગર પૂરેપૂરું કહેજે!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 26:2
32 Iomraidhean Croise  

“તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.


પરંતુ યહોવાએ કહ્યું, “હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.


યહોવાએ દેવી વાણી ભાખવા યર્મિયાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો,


આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?


અને યર્મિયા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,


ત્યારબાદ પ્રબોધક યર્મિયાએ મંદિરમાં યાજકો અને બધા લોકો સમક્ષ પ્રબોધક હનાન્યાને જવાબ આપ્યો:


પ્રબોધક યર્મિયાએ કહ્યું, “ઠીક, મેં તમારી અરજ સાંભળી છે. હું તમારી ઇચ્છા મુજબ તમારા દેવ યહોવાને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે તમને જણાવીશ. કશું છુપાવીશ નહિ.”


“યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર;


“યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ.


પછી દેવે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ અને બરાબર યાદ રાખી લે.


“હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે.


તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.”


મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”


ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા.


ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી.


વહેલી સવારમાં ઈસુ મંદિરમાં પાછો આવ્યો. બધા લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ ત્યાં બેસીને લોકોને બોધ કર્યો.


મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.


હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે.


બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”


પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.


“મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં કશો ઉમેરો કે ઘટાડો ન કરશો.


યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.


હું તમને જે આજ્ઞા કરું છું તેમાં તમાંરે કશો વધારો કે ઘટાડો કરવો નહિ. હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું તેનું જ તમાંરે પાલન કરવું.


મૂસા દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞાઓ યહોશુઆએ ઇસ્રાએલના લોકો સમક્ષ વાંચી. તે વખતે તમાંમ ઇસ્રાએલીઓ સ્ત્રીઓ બાળક તેમજ તેમની સાથે વસતા વિદેશીઓ પણ ઉપસ્થિત હતા.


અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી, અને પવિત્ર નગરમાંથી, એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે, તેમાંથી કાઢી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan