Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 25:22 - પવિત્ર બાઈબલ

22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 સૂરના, સિદોનના તથા સમુદ્રને પેલે પારના બેટોના સર્વ રાજાઓ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તૂરના અને સિદોનના બધા રાજાઓ સમુદ્રની પેલે પારના બધા રાજાઓ;

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 25:22
20 Iomraidhean Croise  

તૂરને લગતી દેવવાણી: “હે તાશીર્શના જહાજો, મોટેથી આક્રંદ કરો! કારણ, તૂર ખેદાનમેદાન થઇ ગયું છે: સાયપ્રસથી પાછા ફરતાં તમને આ સમાચાર મળે છે.”


તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.


તમે જરા શરમાઓ, હે સિદોનનગરી હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે, “હું એવી સ્રી જેવી છું કે, જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી અને જેણે છોકરાઓ મોટા કર્યા નથી કે છોકરીઓને ઉછેરી નથી.”


ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ:


“હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો, અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો. ‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેમને એકત્ર કરશે અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’


કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે, જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે, જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ. યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે.


તેં બધું જ ગુમાવ્યું છે, તારી બધી દોલત, તારો બધો જ માલ અને સરસામાન, તારા બધા ખલાસીઓ અને સારંગો, તારા મરામત કરનારાઓ, વેપારીઓ અને બીજા બધા જ યોદ્ધાઓ, બધા જ માણસો-ટૂંકમાં બધું જ ડૂબતાં તારી સાથે સમુદ્રમાં ડૂબી ગયું.


મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું;


ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:


“હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર.


“હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.”


“ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે.


દેવ કહે છે, “હું માગોગ પર અને દરિયાકિનારે સુરક્ષિત વસતા તારા સર્વ મિત્ર રાજ્યોના લોકો પર અગ્નિ વરસાવીશ અને તેઓ જાણશે કે હું યહોવા છું.


Lean sinn:

Sanasan


Sanasan