Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 23:16 - પવિત્ર બાઈબલ

16 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 23:16
26 Iomraidhean Croise  

આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.’”


તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.


તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?” તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”


હે મારા પુત્ર, જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.


ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે.


યહોવા કહે છે, “તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા અને પોતે વિસાત વગરના થઇ ગયા.


યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડાદોડ કરે છે; મેં આ લોકોને કઇં કહ્યું નથી. છતાં તેઓ મારે નામે બોલે છે.


આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે.


કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે.


હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ,


મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”


પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ, દેવનો સંદેશો સાંભળો. તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો; “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.


તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે, તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે, પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન મળતું ન હતું.


“કારણ કે તેઓ જૂઠા પ્રબોધકો છે. શાંતિ નહિ હોવા છતાં યરૂશાલેમમાં શાંતિ થશે એવો દાવો કરે છે.” આમ યહોવા મારા માલિક કહે છે.


પરંતુ હવે પછી સમજીલ્યો કે તમારાં ખોટાં દર્શનનો અને તમારી જૂઠી ભવિષ્યવાણીનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા હાથમાંથી ઉગારી લેનાર છું અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.’”


‘યહોવા મારા માલિકના આ વચન સાંભળો: એ દુષ્ટ પ્રબોધકોનો અંત આવી ગયો છે! તેઓ પોતાના દુષ્ટ આત્મા વડે જ પ્રેરણા મેળવે છે, તેઓ કોઇ સંદર્શન જોતા નથી.


“‘તેઓ જે જુએ છે તે આભાસ છે અને તેઓ જૂઠાણાં ઘડી કાઢી ઉચ્ચારે છે. તેઓ એમ કહે છે કે, અમે યહોવાની વાણી ઉચ્ચારીએ છીએ, અને પોતે ઉચ્ચારેલી વાણી સાચી પડે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ મેં તેમને મોકલ્યા નથી;


“તેમના પ્રબોધકો દરેક વસ્તુઓ ઉપર વ્યર્થ ચૂનો ઘોળે છે. તેઓ પોકળ દર્શનો જુએ છે અને અસત્ય બોલે છે – તેઓ કહે છે, ‘આ યહોવા મારા માલિકના વચન છે,’ પછી ભલે, મેં તેમને કંઇ કહ્યું ન હોય.


જો કોઇ અપ્રામાણિકતા અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે, “હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ, તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”


“જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે.


આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો.


મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ.


Lean sinn:

Sanasan


Sanasan