Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:20 - પવિત્ર બાઈબલ

20 “હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર! બાશાનમાં જઇને પોકાર કર! અબારીમ પર્વત પરથી હાંક માર! કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તું લબાનોન પર ચઢીને હાંક માર, અને બાશાનમાં તારો ઘાંટો પાડ, અને અબારિમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા પર પ્રેમ રાખનારા સર્વ નાશ પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હે યરુશાલેમના લોકો, લબાનોનના પર્વત પર જઈને પોકાર પાડો અને બાશાનના પ્રદેશમાં જઈને ઘાંટા પાડો. મોઆબના અબારીમ પર્વત પરથી હાંક મારો, કારણ, તમારા બધા મિત્રદેશો પરાજિત થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:20
22 Iomraidhean Croise  

મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.


તું તારા બચાવ માટે ધા નાખીશ ત્યારે આ તારી ભેગી કરેલી મૂર્તિઓ તારી મદદે આવવાનાં નથી. પવન તેમને તાણી જશે, અરે એક ફૂંક પણ તેમને ઉડાડી મૂકશે, પણ જે મારું શરણું સ્વીકારશે, તે ધરતીનો ધણી થશે અને મારા પવિત્ર પર્વતનો માલિક બનશે.”


જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય, જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે! પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે અને મારે તેમની પાછળ જ જવું છે.’


તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે.


તેથી તું પણ મિસરની બહાર તારો હાથ તારે માથે મુકીને આવીશ કારણ કે મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો. તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”


તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે દેશવટે લઇ જવામાં આવશે, આખરે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે, ને તું શરમ અનુભવશે.


તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.


યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?


તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યાં છે? અને શા માટે આંખોમાં કાજળ લગાવીને આંખોને તેજસ્વી કરી છે? તેનાથી તને લાભ થવાનો નથી. તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.


મે મારા મિત્રોને હાંક મારી, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો, મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા ભિક્ષા માગતાં મરણ પામ્યા.


તે રાત્રે પોક મૂકી રડે છે, ને તેના ગાલે અશ્રુધારા વહે છે; આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી, તેણીના મિત્રોએ તેને છેતરી છે અને તેણી જેઓને ચાહે છે તેઓ તેના શત્રુ થયા છે.


આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ.


તેથી મેં તેણીને આશ્શૂરીના માણસના હાથમાં સોંપી દીધી જેઓ માટે તેણી તલસતી હતી.


તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં. તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી લાવેલા સરળવૃક્ષના લાકડાનું અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.


યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે.


“મોઆબના પ્રદેશમાં યરીખોની સામે અબારીમના પર્વતોમાં નબો પર્વત પર જા, તેની ટોચ પર ચઢીને ઇસ્રાએલી લોકોને હું જે કનાનનો પ્રદેશ આપવાનો છું તે તું જોઈ લે.


Lean sinn:

Sanasan


Sanasan