યર્મિયા 22:13 - પવિત્ર બાઈબલ13 “યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 “જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ! Faic an caibideil |
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”