યર્મિયા 21:14 - પવિત્ર બાઈબલ14 “પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ. એમ યહોવા કહે છે: હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી યહોવા કહે છે, હું તમારાં કર્મોનાં ફળ પ્રમાણે તેમને શિક્ષા કરીશ, અને તેના વનમાં હું અગ્નિ સળગાવીશ, ને તે પોતાની આસપાસના સર્વ પદાર્થ ખાઈ જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.” Faic an caibideil |
તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે; તે કહ્યું છે કે, “મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે, હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું. લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું, મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે, મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
“‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.’”
ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે. અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે. આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી. કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી. તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી? તે બધુંજ કચરો છે. અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ જ રહે છે.