Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 18:10 - પવિત્ર બાઈબલ

10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે જો તે મારું કહ્યું ન માનીને મારી દષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિષે હું પસ્તાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પણ તે પ્રજા મને આધીન ન થતાં મને નારાજ કરે તો તેમનું ભલું કરવાનો તે વિચાર હું માંડી વાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ પછી તે પ્રજા મારું કહ્યું ન માનીને દુષ્ટતા કરે, તો મેં કહ્યું હતું તે પ્રમાણે તેઓનું હિત કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 18:10
14 Iomraidhean Croise  

દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે. ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!


“તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.”


“હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’


હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે.


જો કોઇ પણ વ્યકિતએ ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તે માટે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. મંદિર માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું.


જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.”


જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,


મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.


ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તે ગાંડપણ કર્યું છે, તને તારા દેવ યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઁ પાલન નથી કર્યુ. તેં જો તેમ કર્યું હોત તો યહોવાએ ઇસ્રાએલ ઉપર તારી અને તારા વંશની રાજસત્તા કાયમ માંટે સ્થાપી હોત.


“હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.


શમુએલે જીવનપર્યંત ફરી કદી શાઉલનું મોં જોયું નહિ. પરંતુ તેને માંટે તેને શોક ઘણો થયો. કારણ કે, તેને ઇસ્રાએલનો રાજા બનાવ્યો તે માંટે યહોવાને પસ્તાવો થયો હતો.


“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે, પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan