Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:6 - પવિત્ર બાઈબલ

6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તે રણમાંની બોરડી જેવો થશે, ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસતિહીન દેશમાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે રણપ્રદેશમાંનાં સૂકાં ઝાંખરાં સમાન છે. તે જાણે કે સૂકા અને નિર્જળ પ્રદેશમાં ખારાપાટ અને નિર્જન પ્રદેશમાં વસે છે. તેથી જ્યારે આબાદી આવે ત્યારે તેને કંઈ લાભ થતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે જંગલમાંની બોરડી જેવો થશે. અને હિત થશે ત્યારે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાં સૂકી જગ્યાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:6
17 Iomraidhean Croise  

ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?” અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”


તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ.


મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે. મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે.


પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.


વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.


દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.


તમારી દશા પાણી વગરના બગીચા જેવી અને કરમાએલાં પાંદડાવાળાં વૃક્ષો જેવી થશે.


માટે હું તેને તથા તેના પરિવારને શિક્ષા કરીશ, મારા લોકો માટે જે સારી બાબતો મેં રાખી મૂકી છે, તે તેના વંશજો જોવા પામશે નહિ, કારણ કે તેણે તમને યહોવાની વિરુદ્ધ બંડ કરવાનું શીખવ્યું છે.’” આ હું યહોવા બોલું છું.


નાસો, તમારો જીવ લઇને નાસો! વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ.


પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે.


તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે મોઆબ અને આમ્મોનના હાલ સદોમ અને ગમોરાના જેવા થશે; એ સદાને માટે મીઠાની ખાણ અને ઝાંખરાવાળો ઉજ્જડ પ્રદેશ બની જશે, મારા અતિજીવીઓ તે ભૂમિનો કબજો લેશે અને તેમાથી લૂંટનો માલ લેશે.”


સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.


આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.


Lean sinn:

Sanasan


Sanasan