યર્મિયા 17:21 - પવિત્ર બાઈબલ21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 યહોવા કહે છે, તમે પોતા વિષે સાવધાન રહો, સાબ્બાથને દિવસે કંઈ બોજો ઉપાડો નહિ, ને યરુશાલેમના દરવાજાઓમાં થઈને અંદર લાવો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો તમને તમારો જીવ વહાલો હોય તો સાબ્બાથદિને કોઈ બોજ ઊંચકશો નહિ અને યરુશાલેમના દરવાજાઓમાં થઈને સાબ્બાથદિને કશું અંદર લાવશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યહોવાહ આ પ્રમાણે કહે છે; “તમે પોતાના વિષે સાવચેત રહો, વિશ્રામવારને દિવસે કોઈ બોજો ઉપાડશો નહિ કે યરુશાલેમના દરવાજામાં થઈને અંદર લાવશો નહિ. Faic an caibideil |
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.