Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:18 - પવિત્ર બાઈબલ

18 મારા જુલમગારો પર તમે મૂંઝવણો તથા મુશ્કેલીઓ લાવો, પરંતુ મને શાંતિ આપો, હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જેઓ મારી પાછળ લાગે છે તેઓ લજ્જિત થાઓ, પણ હું લજ્જિત ન થાઉં; તેઓ ગભરાઓ, પણ હું ન ગભરાઉં; તેઓના ઉપર વિપત્તિનો દિવસ લાવો, ને તેઓને બમણા નાશથી નષ્ટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જેઓ મારી પાછળ લાગ્યા છે તેઓ લજ્જિત થાઓ. પણ હું લજ્જિત ન થાઉં. તેઓ ગભરાય પણ હું ન ગભરાઉં. તેઓના પર વિપત્તિના દિવસ લાવો. તેઓનો બમણો નાશ કરો.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:18
21 Iomraidhean Croise  

મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે અને યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.


જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઇને બદનામ થાઓ; જેઓ મારું નુકશાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.


તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો, પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ; પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.


હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજેત થાઓ અને પરાજય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાઓ.


જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.


હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિંદો કરશો નહિ.


“તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.


ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.


હે યહોવા, તમે મને જાણો છો, તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે? તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા, અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.


યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.


હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”


હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે, ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે, કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.


યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં આગ્રહ કર્યો નથી, મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી, એ તમે જાણો છો; મારે મોઢેથી શું નીકળ્યું હતું એની તને ખબર છે.


યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.


પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.


“હે યહોવા, તારા આશીર્વાદથી એમની સંપત્તિની વૃદ્વિ કરજે, તેઓની પર પ્રસન્ન રહેજે, તેમના દુશ્મનોની કમર તોડી નાખજે, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”


તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે. તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો; તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan