Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:17 - પવિત્ર બાઈબલ

17 યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાતદિવસ ચોધાર આંસુઓ વહી જાઓ, ને બંધ ન થાઓ, કેમ કે મારા લોકોની કુંવારી દીકરી મોટા ઘાથી, અતિ ભારે જખમથી, ઘાયલ થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:17
20 Iomraidhean Croise  

“તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે: ‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે; યરૂશાલેમની પુત્રીએ તારા તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.


તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.


હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.


“હે સાન્હેરીબ, ‘તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે, તારી હાંસી ઉડાવે છે, અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.


લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે, તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે; આતો ફકત એક બિમારી જ છે અને અમે આ સહન કરી શકીશું.”


શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.”


તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.


દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.


મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.


મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!


જલદી કરો, તેમને કહો કે ‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય, જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’


રડી રડી આંખોનું તેજ ઘટી ગયું છે, ને મારા આંતરડા કકળી ઊઠયા છે, મારું હૃદય, લોકોના નાશને જોઇને ઓગળી રહ્યું છે; નગરનાં બાળકો રાજમાર્ગ પર મૂછિર્ત થઇ પડ્યા છે.


તને શું કહું? હે યરૂશાલેમનગરી; હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું? તને કોની સાથે સરખાવી? તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?


હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર; ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ! તારી આંખે રાત દિવસ આંસુ વહે છે. વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.


ઇસ્રાએલની વિશુદ્ધતા ભાંગી પડી છે. તે ફરીથી ઊભી થઇ શકશે નહિ; તેણે તેની પોતાની જ જમીનનો ત્યાગ કર્યો છે. અને તેને ઊભા થવા માટે મદદ કરે તેવું કોઇ નથી.


આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.


Lean sinn:

Sanasan


Sanasan