Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:13 - પવિત્ર બાઈબલ

13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ યહોવા! પ્રબોધકો તેઓને કહે છે, ‘તમે તરવાર જોશો નહિ, ને દુકાળ તમારા પર આવશે નહિ, કેમ કે આ સ્થળે હું તમને ખરેખરી શાંતિ આપીશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પછી મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, બીજા સંદેશવાહકો તેમને કહ્યા કરે છે કે, ‘તમે યુદ્ધ જોશો નહિ અને દુકાળનો ભોગ થઈ પડશો નહિ, કારણ ઈશ્વર તમને આ દેશમાં કાયમી આબાદી બક્ષશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તલવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને ખરા શાંતિ આપીશ,”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:13
17 Iomraidhean Croise  

કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.


મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”


તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.’”


જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, ‘તમારી સાથે બધું સારું થશે,’ જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી,


જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’


ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”


તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે, “‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ! અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’


જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે. તેઓને કોઇ સંદેશો મળ્યો નથી. તેઓ જે આપત્તિ વિષે કહે છે તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”


પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?


તેઓ મારા લોકોના ઘાને સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે, તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી.


તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે. તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.” પણ લગારે બરાબર નથી.


“હવે પછી ઇસ્રાએલ પ્રજામાં વ્યર્થ સંદર્શન થશે નહિ. અને લોકોને ખુશ રાખવા જૂઠી પ્રબોધવાણી પ્રગટ નહિ થાય.


“‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી.


તેના આગેવાન નેતાઓ લાંચ લઇને ન્યાય કરે છે. ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઇને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી? આપણા પર કોઇ આફત આવશે નહિ.”


ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan