Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 13:22 - પવિત્ર બાઈબલ

22 ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે આવ્યું છે?” તારાં ભયંકર પાપને કારણે તને નિર્વસ્ત્ર કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 13:22
24 Iomraidhean Croise  

તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.


તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે.


તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે, અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર, તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ; તું કહે છે, ‘મારાથી વધારે મહાન કોઇ નથી! મને કદી વૈધવ્ય આવવાનું નથી; કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.’


હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ.


જે લોકોને પ્રબોધકો ભવિષ્યવાણી સંભળાવે છે, તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ સહિત તરવાર અને દુકાળના ભોગ બની તેઓ યરૂશાલેમના રસ્તાઓ પર ફેંકાઇ જશે. કોઇ તેમને દફનાવનાર પણ નહિ હોય. હું તેમને દુષ્ટતાના ફળ ચખાડીશ.”


અને યર્મિયા જ્યારે તમારા લોકો પૂછે, ‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે કહેજો, ‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા. હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.’”


યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે, તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે. જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે. અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.


તેઓ તારા સુંદર પોશાક અને આભૂષણો તારી પાસેથી છીનવી લેશે.


તેઓ કહે છે, ‘ખરેખર, અમે તો ધનવાન છીએ, અમે સંપત્તિ મેળવી છે, અને એનો એકેય પૈસો અનીતિ કે, પાપનો નથી.’”


જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ.


તેણીને તેનો ગર્ભધારણ પોતાના શરમજનક કાર્યોથી થયો છે અને તેણીએ કહ્યું, ‘હું મારા પ્રેમીઓની પાસે જઇશ, કારણ, તેઓ મને મજાનું ખાવાનું, પીવાનું, કપડાં, તેલ અને અત્તર આપે છે.’


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે નિનવેહ, હું તારી વિરૂદ્ધ છું અને પ્રજાઓ અને રાજ્યો આગળ તને ઉઘાડી પાડી તને બેઆબરૂ કરીશ.


“જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.


છતાં તમાંરા મનમાં જો એમ થતું હોય કે, ‘અમુક વચનો યહોવાના નથી, એ અમાંરે કેવી રીતે જાણવું?’


“કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’


તમાંરે તમાંરા મનમાં એવું કદીયે વિચારવું નહિ કે ‘આ સમૃદ્ધિ મેં માંરા ભૂજબળ અને ઉધમથી જ મેળવી છે.’


Lean sinn:

Sanasan


Sanasan