Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:5 - પવિત્ર બાઈબલ

5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો, યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 [પ્રભુએ મને કહ્યું,] “તું પાયદળોની સાથે દોડયો, પણ તેઓએ તને થકવ્યો, ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તોપણ યર્દનના પૂરમાં તું કેમ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ ઉત્તર આપ્યો, “હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શક્તો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:5
14 Iomraidhean Croise  

પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા.


ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે. તમારા બધા મોજાઓ અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.


જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.


મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ.


તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.”


યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ.


પછી રાજાએ બારૂખ તથા યર્મિયાને પકડવા માટે યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાએ તેઓને સંતાડી રાખ્યા હતા.


“જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”


યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં ઘેટાં પર સિંહ તરાપ મારે, તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ મને જે કોઇ ગમશે તેને હું તેમની પર નીમીશ. મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?”


આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું.


મારા મિત્રો, જે વેદનાઓ અત્યારે તમે સહી રહ્યા છો તેનાથી આશ્વર્ય ન પામશો. તે તો તમારા વિશ્વાસની કસોટી છે. એવું ના વિચારશો કે તમારા પ્રત્યે કશુંક નવું થઈ રહ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan