Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:16 - પવિત્ર બાઈબલ

16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો, પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું અને ડાળીઓને ભાંગી નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈતવૃક્ષ, એવું તારું નામ પાડયું. મોટા ગડબડાટ સહિત યહોવાએ તેના પર અગ્નિ સળગાવ્યો છે, ને તેની ડાળીઓ તોડી નાખેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 એક વેળાએ મેં તને ‘લીલુંછમ, સુંદર અને ફળદાયી ઓલિવ વૃક્ષ’ એવું નામ આપ્યું હતું. પણ હવે પ્રચંડ મેઘગર્જના સાથે વીજળી નાખીને હું તેનાં પાંદડાંને સળગાવી દઈશ અને તેની ડાળીઓ ભાંગી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:16
18 Iomraidhean Croise  

તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે. તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.


પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું. હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.


તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.


તમારા જમણા હાથે જે માણસ છે, અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.


જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે. અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.


તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે. અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.


મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની, જાતવાન રોપો માની રોપી હતી, પણ તું તો ષ્ટ માણસોની આવી દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની?


“પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ. એમ યહોવા કહે છે: હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”


તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.”


તેને નવા ફણગાં ફૂટશે, અને તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.


અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.


જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.


તમાંરી જમીનમાં જૈતૂનનાં વૃક્ષો ઠેર ઠેર ઊગશે પણ તમે તમાંરે શરીરે તેનું તેલ ચોળવા નહિ પામો. કારણ કે, ફળો પાકે તે પહેલાં જ વૃક્ષો પરથી નીચે ખરી પડશે.


આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે.


Lean sinn:

Sanasan


Sanasan