Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 10:10 - પવિત્ર બાઈબલ

10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ પ્રજાઓ ખમી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 10:10
69 Iomraidhean Croise  

ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી.


લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!”


આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી.


યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે. અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે, યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.


ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા.


દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે. દેવ પૃથ્વીના પાયાઓ હલાવી નાખે છે.


યહોવા સદાકાળનો રાજા છે. વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.


અને તમે જાણો, યહોવા તે જ દેવ છે; તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ; આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.


કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.


જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે; અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.


હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ, તું થરથર કાંપ.


કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.


યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.


ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા, અને હલવા લાગ્યા. પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.


યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા; અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.


હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે સત્યના દેવ યહોવા, તમે મારો ઉદ્ધાર કર્યો છે.


મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે. હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?


જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું. લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.


દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.


પુરાતન કાળથી, દેવ મારા રાજા છે. તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.


દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?


તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.


મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો; વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ. અને પૃથ્વી કંપી તથા ડોલી.


તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.


તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.


તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?


તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.


હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે; તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!


તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે; તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.


દેવ યહોવા, હવે અમને કાન દઇને સાંભળો. દેવ યહોવા, આંખ ઉઘાડીને જુઓ, સાન્હેરીબે તમારું જીવતા જાગતા દેવનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળો.


આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”


અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે, ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે. ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.


શું તમે હજુ પણ સમજતાં નથી? હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે યહોવા તે સનાતન દેવ છે, તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે, એ કદી થાકતા નથી કે હારતા નથી; તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.


જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.


છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે, તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે. જે કોઇ દેશમાં સમ ખાશે તે, વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે. કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”


આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો’ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે. કહે છે.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ; તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે, તથા તેનામાં અભિમાન કરશે.”


મેં પર્વતો તરફ જોયું, તો તે ધ્રૂજતા હતા. બધા ડુંગરો ડોલતા હતા.


બાબિલના પતનથી સમગ્ર પૃથ્વી થથરી ઉઠશે અને તેનો આર્તનાદ બધી પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.”


પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે, કારણ કે યહોવા બાબિલને નિર્જન વગડાઉ સ્થળ બનાવવાની તેની યોજના પાર પાડે છે.


તે તો માનવામાં ન આવે તેવું હતું, તેમના પરાક્રમો અતિ મહાન છે, તેમનું રાજ્ય શાશ્વતકાળ ટકે એવું છે. તેમનો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે.


મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે. તેનું અધિપત્ય અનંત છે, તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે.


સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું. કારણકે તે જીવંત દેવ અને અધિકારી છે. તેમનું રાજ્ય અવિનાશી છે અને તેમની સત્તાનો અંત આવતો નથી.


તે બચાવે છે અને છોડાવે છે. આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારિક નિશાનીઓ અને ચમત્કારો કરે છે. તે એક જ છે જેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.


“તેને શાસનની સત્તા, ગૌરવ અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યાં, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેની શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે; તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે.


યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે. તેમનું સૈન્ય મોટું છે, અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે. યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર અને બિહામણો છે. એની સામે કોણ ટકી શકે?


તેમના પગ તળે, પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે.


તેમને કારણે પર્વતો ધ્રુજે છે. ને ડુંગરો ઓગળી જાય છે. તેમની સામે પૃથ્વી ધ્રુજે છે, દુનિયા અને તેમાં વસતા બધા જીવો હાલી ઊઠે છે.


યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.


થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો, મૂશળધાર વરસે છે વરસાદ, અને સાગર કરે છે ઘોર ગર્જના, ને હેલે ચડે છે તેના મોજા કેવા!


તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.


“પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે.


સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.”


પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં. ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”


અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.


“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.


“યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે, તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે. તે સર્વદા વિશ્વાસપાત્ર છે! તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.


પૃથ્વી પર એવી કોઈ વ્યકિત નથી જેણે, જીવતા દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા હોય આપણી જેમ, અને હજી જીવતું હોય.


અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે.


જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.


દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે.


કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!


આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો.


અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.


પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા.


“હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.


દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”


આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan