Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 1:11 - પવિત્ર બાઈબલ

11 પછી મને યહોવાએ કહ્યું, “યર્મિયા, જો! તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:“હે યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું બદામડીનો ફણગો જોઉં છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામના વૃક્ષની ડાળી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 1:11
11 Iomraidhean Croise  

તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા.


તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”


પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”


કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે.


તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’” આ યહોવા મારા માલિકના વચન છે.


“ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે.


યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.” યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ.


તેમણે મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં કહ્યું, “પાકા ફળોની ટોપલી.” પછી યહોવાએ કહ્યું, “આ ફળો મારા ઇસ્રાએલી લોકોને રજૂ કરે છે. તેઓને શિક્ષા કરવાનો સમય પાકી ચૂક્યો છે, હું ફરી કદી તેમને માફ નહિ કરું.


પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે.


દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”


બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.


Lean sinn:

Sanasan


Sanasan