યાકૂબનો પત્ર 1:22 - પવિત્ર બાઈબલ22 દેવના શિક્ષણ પ્રમાણે જ વર્તો; સંદેશો ફક્ત સાંભળવા માટે નથી પરંતુ અમલમાં મૂકવા માટે છે, તેથી તમે તમારી જાતને છેતરશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. Faic an caibideil |
તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે.
આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે. આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે.
ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.
ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરૂદ્ધ કશું જ બોલશો નહિ. જો તમે ખ્રિસ્તમાં તમારા ભાઈની ટીકા કરો કે તેનો ન્યાય કરો તો તમે જે નિયમશાસ્ત્રને અનુસરી રહ્યા છો તેની ટીકા કરો છો. જ્યારે ખ્રિસ્તમાં ભાઈઓનો તમે ન્યાય કરો છો ત્યારે હકીકતમાં તે જે નિયમશાસ્ત્રને અનુસરે છે, તેનો તમે ન્યાય કરો છો અને જ્યારે તમે નીતિશાસ્ત્રની મૂલવણી કરવા જાઓ ત્યારે તમે તેના શિષ્યો નથી. તમે પોતે જ તેના ન્યાયાધીશ બની જાઓ છો.