Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:4 - પવિત્ર બાઈબલ

4 કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:4
24 Iomraidhean Croise  

તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે, તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે. પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”


કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે, નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.


દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા, મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.


તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.


પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!


હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.


અમને મોઆબમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે, અમને તમારે ત્યાં વસવા દો. અમારો નાશ કરનાર હાથમાંથી અમારું રક્ષણ કરો.” જ્યારે અત્યાચાર બંધ પડ્યો હશે અને અન્યાયનો અંત આવ્યો હશે. અને દેશને પગતળે રોળી નાખનારાઓ જ્યારે દેશમાંથી ચાલ્યા ગયા હશે.


“કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.


હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે, અને આખી માનવજાતને ખાતરી થશે કે હું, યહોવા તારો તારક અને ઉદ્ધારક અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”


તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો, જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે! હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો? એ જુલમગારનો રોષ તમને શું કરવાનો હતો?


હે યરૂશાલેમ નગરી, ઉભી થા અને તારા પરની ધૂળ ખંખેરી નાખ, હે સિયોનની બંદીવાન પુત્રી, તારી ડોક પરની ગુલામીની ઝૂંસરી કાઢી નાખ.


પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે. ત્રાસ તારાથી દૂર રહેશે અને તને કશાનો ડર રહેશે નહિ. તું ત્રાસથી સદંતર મુકત રહેશે.


સૈનિકોના ધમ ધમ કરતા જોડા, ને લોહીમાં બોળેલાં વસ્ત્રો, તે બધાયને બળતણની જેમ અગ્નિમાં સળગાવી દેવામાં આવશે.


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે,


હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો. જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા ધૂળધાણી થઇ ગયા છે!


કારણ કે તમને ચાકરીમાંથી છોડાવી મિસરની બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. તમાંરી ચાકરીની ઝૂસરી તોડી નાખીને તમને ઉન્નત મસ્તકે ચાલતા મેં કર્યા છે.


અને હવે હું તમારી સાંકળી તોડી નાખીશ અને આશ્શૂરના રાજાની ગુલામીના બોજમાંથી તમને મુકત કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan