Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:6 - પવિત્ર બાઈબલ

6 “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:6
19 Iomraidhean Croise  

સ્તંભની ટોચ પર મૂકવા માંટે તેણે કાંસાના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ 5 હાથ હતી.


કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.


ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.


પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.” આ યહોવાના મુખનાં વચનો છે.


કારણ કે યહોવા મારા દેવ તમારી વિરુદ્ધ આશ્શૂરના મહાન સૈન્યને મોકલશે; તે કરાના ભયંકર તોફાનની જેમ તમારા પર, વિનાશ વેરનાર વાવાઝોડાની જેમ, તોફાને ચઢેલાં ઊભરાતાં પાણીના ઘસમસતા પૂરની જેમ ધસી આવશે, ને તેમને ભોંયભેગા કરીને પછાડશે.


આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો,


તેથી હવે જેમ વરાળ અને સૂકું ઘાસ અગ્નિમાં બળીને ભસ્મિભૂત થઇ જાય છે, તેમ તમારાં મૂળ સડી જશે અને તમારાં ફૂલ ચીમળાઇને ખરી પડશે. કારણ તમે સૈન્યોનો દેવ યહોવાના ઇસ્રાએલના પરમ પવિત્ર દેવના વચનોનો અનાદર કર્યો છે.


“અને તેને કહે કે, ‘મક્કમ રહેજે. ગભરાઇશ નહિ અને હિંમત હારીશ નહિ અરામી રસીન અને રમાલ્યાનો પુત્ર તો ઓલવાઇ જતી મશાલ જેવા છે, તેમના ગુસ્સાથી તમે ડરશો નહિ.


તેઓ કહે છે, અમે યહૂદા પર ચઢાઇ કરીશું અને તેને કબજે કરીશું. પછી અમે યરૂશાલેમ પર ચઢાઇ કરીશું અને ટાબએલના પુત્રને તેઓનો રાજા બનાવીશું.’”


સમરૂન એફ્રાઇમ ની રાજધાની છે. અને પેકાહ સમરૂનનો નેતા છે. શું તમે મારા શબ્દોને માનશો નહિ? હું તમારુ રક્ષણ કરું તેવું તમે ઇચ્છતા હો તો તમે, હું જે કહું તે વાતમાં વિશ્વાસ રાખવાનું જરુંર શીખો.”


ફરી વાર યહોવા મારા દેવે મારી સાથે વાત કરી અને કહ્યું,


લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી. હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી.


મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે.


અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે? અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે?


પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા?


ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan