યશાયા 66:4 - પવિત્ર બાઈબલ4 હું તેઓ જેનાથી ડરે છે એવી આફતો જ પસંદ કરીને એમને માથે ઉતારીશ. કારણ કે મેં હાંક મારી ત્યારે તેઓએ પ્રત્યુત્તર ન આપ્યો. મેં તેઓને સંબોધ્યા ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; મારી નજરે જે ખોટું હતું તે તેઓએ કર્યું. અને મને ન ગમે તેવું તેઓએ પસંદ કર્યું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ, ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ; કેમ કે મેં હાંક મારી, ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો; હું બોલ્યો, પણ તેઓએ [મારું] સાંભળ્યું નહિ; અને તેઓએ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેથી તો તેમના પ્રત્યે કેવો વ્યવહાર કરવો તે હું પસંદ કરીશ અને તેમના પર ભયાનક આફત લાવીશ. મેં હાંક મારી ત્યારે કોઈએ જવાબ આપ્યો નહિ અને હું બોલ્યો ત્યારે કોઈએ તે પર ધ્યાન આપ્યું નહિ. તેમણે તો મારી દષ્ટિમાં દુષ્ટ ગણાતાં કામો કર્યાં છે અને મને નારાજી થાય તેવી બાબતો પસંદ કરી છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.” Faic an caibideil |
હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.