Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 6:3 - પવિત્ર બાઈબલ

3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ એકબીજાને પોકારીને કહેતા, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના [ઈશ્વર] યહોવા; આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ એકબીજાને પોકારીને કહેતા, “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 6:3
25 Iomraidhean Croise  

તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં, “દેવ ભલા છે અને તેમનો પ્રેમ તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.” ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.


હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.


તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.


તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!


નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે. તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.


તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.


તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે; અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.


તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.


આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો. પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો, કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.


“હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?


પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ” તેમ સાંભળીશું પણ અફસોસ! “હું તો ક્ષીણ થતો જઉં છું, મારા માટે કોઇ આશા નથી. દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”


પછી યહોવાનો મહિમા પ્રગટ થશે અને સમગ્ર માનવજાત તે જોવા પામશે. આ યહોવાના મુખના વચન છે.”


કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે. ‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે; ઇસ્રાએલના પવિત્ર દેવ અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.


એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી.


પછી તે માણસ ઉત્તરના દરવાજેથી મંદિરની સામે આવ્યો. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. હું ભૂમિ પર ઊંધો પડ્યો.


કારણકે જેમ સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો છે તેમ યહોવાના ગૌરવના જ્ઞાનથી છલોછલ ભરાઇ જશે.


પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે.


માંરા જીવ જેટલી ચોકસાઈથી હું માંરા પોતાના ગૌરવ કે જે આખી પૃથ્વીમાં વ્યાપેલું છે તેનાથી સમ ખાઈને કહું છું કે,


હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે.


Lean sinn:

Sanasan


Sanasan