Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:6 - પવિત્ર બાઈબલ

6 તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી. તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ, ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહિ; તેમની કરણીઓ અન્યાયી છે, ને તેમના હાથોથી બલાત્કારનાં કામ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:6
31 Iomraidhean Croise  

દેવે પૃથ્વી પર નજર કરી અને તેમણે જોયું કે, લોકોએ પૃથ્વીને ભ્રષ્ટ કરી દીધી છે. પ્રત્યેક જગ્યાએ ઉત્પાત દેખાતો હતો. લોકો પાપી અને દુરાચારી થઈ ગયા હતા. અને તેઓએ પૃથ્વી પર પોતાનું જીવન નષ્ટ કરી નાખ્યું હતું.


રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.


નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે! જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.


ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે; તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.


યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;


ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે. તેણે ન્યાયની આશા રાખી હતી. પણ બદલો મળ્યો અન્યાય નો! તેમણે આશા રાખી હતી સદાચારની પણ, જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!


પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો અને ‘ન્યાયીપણું’ જાહેર કરીશ; એ બંનેમાંથી એક પણ તારો બચાવ કરી નહિ શકે.


જુઓ, તમે ઉપવાસ કરો છો અને તે જ સમયે તમે લડો-ઝગડો અને એકબીજા સાથે હિંસક મારામારી કરો છો, પછી ઉપવાસ કરવાનો અર્થ શો? આ પ્રકારના ઉપવાસથી તમારો સાદ સ્વગેર્ નહિ પહોંચે.


અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે.


જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી, માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.


ગરીબો અને નિરાધારો પર ત્રાસ કરતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ પર ષ્ટિ રાખી તેઓની પૂજા કરતો હોય,


હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી.


“મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે.


તેથી દેવે જવાબ આપ્યો: “ઇસ્રાએલના તથા યહૂદાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રકતપાત અને અધમતાથી ખદબદે છે. તેઓ માને છે કે ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. અને તેઓ અમને જોતા નથી!’


યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”


જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો. અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.


પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ વર્તી રહ્યાં છે. તમે પસાર થતાં શાંત લોકોના કપડાં ઉતારી નાખો છો, જેઓ એમ વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતાં લોકોની જેમ સુરક્ષિત છે.


તમારા ધનવાનો ક્રૂર હોય છે. અને તમારા રહેવાસીઓ જૂઠું બોલે છે અને છેતરનારી જીભ તેમના મોઢાંમાં જ રહેતી હોય છે.


જેઓ ઉંબરો ઓળંગી અને પોતાના દેવોના મંદિરો ભરવા માટે જુલમ અને છેતરપિંડી કરે છે તે સર્વને હું શિક્ષા કરીશ.


ઉદૃંડ, બંડખોર તથા ષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!


કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.”


Lean sinn:

Sanasan


Sanasan