Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:6 - પવિત્ર બાઈબલ

6 ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે, તમે તેને જ લાયક છો, તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો. યહોવા કહે છે કે, શું આ બધાને હું નજર અંદાજ કરીશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નાળામાંના લીસા [પથ્થરો] માં તારો ભાગ છે. તેઓ જ તારો હિસ્સો છે. વળી તેઓને તેં પેયાર્પણ રેડયું છે ને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. આવી બાબતો બનવા છતાં હું મૂંગો રહું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્‍નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્‍ન કરે ખરું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:6
13 Iomraidhean Croise  

“પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો;


પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને પોતાનાં પાપોમાં આનંદ માને છે અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે, તેમને હું શ્રાપ આપીશ. દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ, આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ. પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!


યરૂશાલેમનાં મકાનો, યહૂદિયાના રાજાઓનાં મકાનો અને જે જે ઘરનાં છાપરાં પર લોકોએ આકાશનાં નક્ષત્રોને બલિદાન ચઢાવ્યાં છે અને બીજા દેવોને પેયાર્પણો આપ્યા છે તે બધા મકાનો “તોફેથ” જેવાં નષ્ટ બની જશે.’”


અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે.


જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો.


આ બધાં માટે મારે તેમને સજા ન કરવી? એવી પ્રજાને મારે બદલો ન આપવો?” આ હું યહોવા બોલું છું.


આ માટે મારે એમને સજા ન કરવી?” શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?


આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય?


યહોવા પૂછે છે, “આ બધા માટે મારે તેમને શું સજા ન કરવી? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?”


હવે, હે ઇસ્રાએલના કુળ, યહોવા, મારા માલિક તારા માટે કહે છે: “જો તમે મને સાંભળવા માંગતા નથી અને તમે તમારી મલિન મૂર્તિઓની પૂજા કરવા ચાહો છો, તો તમે તેમ કરવાનું ચાલુ રાખો. પણ તમે તમારી મલિન મૂર્તિઓની ભેટ આપીને, મારા પવિત્ર નામને હવે જરા પણ અભડાવશો નહિ.”


જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.


Lean sinn:

Sanasan


Sanasan