Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:16 - પવિત્ર બાઈબલ

16 કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ, અને આખો વખત તમને ઠપકો આપ્યા કરીશ નહિ. કારણ, બધામાં પ્રાણ પૂરનાર, હું જ છું. જો એમ ન હોય તો મારા જ સજેર્લા બધાં લોકો મારી સામે મૂછિર્ત થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:16
21 Iomraidhean Croise  

ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, “બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.


બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે.


શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?


અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.


યહોવાએ પોતાના લોકોને દેશવટે મોકલીને સજા કરી હતી, ઊગમણા પવન જેવી સખત ઝાપટ મારીને તેમને હઠાવી દીધા હતા.


તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.


જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી અને તમે કુંભાર છો. અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.


તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો. અમને પ્રમાણસર શિક્ષા કરો, રોષમાં આવીને નહિ, નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.


શુ તમે મારા પર સદાય રોષમાં રહેશો? “તેં મને આમ કહ્યું હતું, પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”


ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.”


એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.


યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ,


તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.


ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે:


પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?”


આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan