Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:1 - પવિત્ર બાઈબલ

1 સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે, પણ કોઈ માણસ તે ધ્યાનમાં લેતું નથી; અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે, પણ કોઈ સમજતો નથી કે તેઓને [આવતી] વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:1
17 Iomraidhean Croise  

સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે.


‘તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.’” તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.


આખરે હિઝિક્યા પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો, તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરૂશાલેમના બધાં વતનીઓએ તેનું સન્માન કર્યુ અને તેના પછી તેનો પુત્ર મનાશ્શા ગાદીએ આવ્યો.


હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.


તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો.


હે યહોવા, રક્ષા કરો; દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?


હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો. કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.


માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.


“તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે, તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે, તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.


તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.


તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?


“હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માર્ગેથી પાછો વળે, પોતાનાં આચરણ અને કર્મો સુધારે.’


યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે તેને માટે ચિંતા કરશો નહિ, તેમ તેનો શોક પણ ન કરશો; પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો, કારણ તે કદી પાછો આવવાનો નથી. તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી.


અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ.


ભૂમિ પરથી બધાંજ ધામિર્ક માણસો નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઇ પ્રામાણિક રહ્યો નથી; કોઇનું ખૂન કરવાનો લાગ શોધી રહ્યાં છે,


જો તમે તમારા માર્ગો નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.


ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે! ગણ્યા ગણાય નહિ તેટલા છે. માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ. ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”


Lean sinn:

Sanasan


Sanasan