યશાયા 53:4 - પવિત્ર બાઈબલ4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 સાચે જ તેણે તો આપણાં દર્દ અપનાવ્યાં અને આપણાં દુ:ખ ઉપાડયાં છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે; પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો. Faic an caibideil |