યશાયા 5:7 - પવિત્ર બાઈબલ7 ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે. તેણે ન્યાયની આશા રાખી હતી. પણ બદલો મળ્યો અન્યાય નો! તેમણે આશા રાખી હતી સદાચારની પણ, જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલ તો સર્વસમર્થ પ્રભુની દ્રાક્ષવાડી છે; યહૂદિયાના લોક તેમના મનોરંજક દ્રાક્ષવેલાના રોપાઓ છે. તેમણે તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખેલી, પણ તેમને તેમનામાં રક્તપાત જોવા મળ્યો. તે નેકીની અપેક્ષા રાખતા હતા, પણ એને બદલે તેમને પીડિતોનો પોકાર સાંભળવા મળ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો. Faic an caibideil |
મેં માંરી ઇસ્રાએલી પ્રજા માંટે એક જગા પસંદ કરી છે. હું ત્યાં તેઓને વસાવીશ. તે તેઓનું પોતાનું સ્થાન બનશે. અને કોઈ તેઓને ત્યાંથી દૂર કરશે નહિ. મેં એમના માંર્ગદર્શન કરવા ન્યાયાધીશો નીમ્યા ત્યારથી આજ સુધી દુષ્ટ લોકો તેમને રંજાડતા આવ્યા છે; પણ હવે એમ નહિ થાય. સર્વ શત્રુઓ તરફથી હું તને શાંતિ આપીશ. યહોવા પોતે તને કહે છે કે તે તારા માંટે તારું કુટુંબ સ્થાપન કરશે.
“ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ.