યશાયા 5:19 - પવિત્ર બાઈબલ19 તમે કહો છો કે, “દેવે ઉતાવળ કરવી જોઇએ. તેને તેનું કામ ઝડપથી સ્થપાવા દો, જેથી અમે જોઇ શકીએ છીએ! ભલે ઇસ્રાએલના પવિત્ર દેવ જે કરવા માગે છે તે ઝડપથી કરશે, અમે તે જાણીશું!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેઓ કહે છે, “યહોવાએ ઉતાવળ કરવી, ને તેમણે પોતાનું કામ જલદી કરવું કે, અમે તે જોઈએ; અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની ધારણા અમલમાં આવે છે કે નહિ, તે અમે જાણીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.” Faic an caibideil |
યહોવાના વચનથી ધ્રૂજનારા, અને જેઓ દેવનો ભય રાખે છે તેઓ આ વચન સાંભળો: “તમારા ભાઇઓ તમારો દ્વેષ કરે છે અને મારા નામ પ્રત્યેના વિશ્વાસુપણાને લીધે તમને કાઢી મૂકે છે, તમારો બહિષ્કાર કરી મહેણાં મારે છે; ‘અમે જોઇએ તો ખરાં કે યહોવા પોતાનો મહિમા કેવો પ્રગટ કરે છે અને તમે કેવા ખુશ થાઓ છો!’ પરંતુ તેઓ પોતે જ ફજેત થશે.”