Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:10 - પવિત્ર બાઈબલ

10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ. કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ. અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:10
28 Iomraidhean Croise  

કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.


પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો, મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો, વાવાઝોડા સામે રક્ષણ છો, તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.


તે લોકો ઇસ્રાએલને તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડશે. તે તેને રણમાં વહેતી નદી જેવી તાજગી આપશે. ઇસ્રાએલ માટે તે ગરમ અને સૂકા પ્રદેશમાં શીતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બનશે.


આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.


લૂલાં-લંગડાં હરણાની જેમ તેઓ ઠેકડા મારશે અને મૂંગાની જીભ મોટેથી હર્ષનાદ કરીને ગાવા માંડશે. તે વખતે મરુભુમિમાં વહેળા વહેવા લાગશે.


લોકો વહેળાને જોશે, ધગધગતી રેતીના સરોવર બની જશે, અને સૂકી ભૂમિના ઝરણાં બની જશે. જ્યાં શિયાળવાનો વાસ છે તે વેરાન ભૂમિમાં ચારેબાજુ લીલોતરી ઊગી નીકળશે.


દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.


તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે; તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.


“દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે, પણ મળશે નહિ, તેઓની જીભો તરસથી સુકાઇ જશે. ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ; હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.


કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ!


ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે, “હું યહોવા તારો દેવ છું, હું તારા હિત માટે તને શીખવું છું, તારે જે માર્ગે જવું જોઇએ તે માર્ગે હું તને લઇ જાઉં છું.


તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી. કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું; તેણે ખડકને તોડી નાખ્યો અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.


જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે, તેઓ કબરમાં મરવા નહિ પામે. તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.


તમારે ઉતાવળા થઇને નાસી જવાનું નથી અને પોતાનો જીવ બચાવવા અધીરા થવાનું નથી; કારણ કે યહોવા તમારી આગળ છે. ઇસ્રાએલના દેવ તમારું રક્ષણ કરશે.


યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે, પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે. તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર કદી ખંડિત થશે નહિ.” એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.


ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું. પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.” એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.


હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.


આથી યહોવા મારા માલિક કહે છે કે, “મારા સેવકો ખાવા પામશે પણ તમે ભૂખ્યા રહેશો, મારા સેવકો પીશે પણ તમે તરસ્યા રહેશો. મારા સેવકો ખુશી થશે પણ તમે ફજેત થશો.


હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ, કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે.


ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે.


પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું.”


હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો, તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો; તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો. ભલે અગાઉના દિવસોની જેમ બાશાન અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.


બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.


પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan