Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:7 - પવિત્ર બાઈબલ

7 તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:7
18 Iomraidhean Croise  

આ બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી.


માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.


“હે બાબિલની પ્રજા, અંધારા ખૂણામાં મૂંગી બેસી રહે, કારણ ‘હવે કોઇ તને રાષ્ટ્રોની મહારાણી કહેનાર નથી.’


સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.


તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?


પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?


તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી સુધી ફેલાઇ ગઇ હતી, જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે, કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે. અને તે પોતે જ નિસાસા નાખે છે અને પોતાનું મોઢું ફેરવી લે છે.


“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” “‘તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.


તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “‘હે મિસરના રાજા ફારુન, હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું. તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે. તેં પોતે એનું સર્જન કર્યું છે.”


“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, “તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.


આ સ્વપ્નને બાર મહિના વીતી ગયા પછી એક દિવસ તે બાબિલના વૈભવી મહેલમાં અગાસીમાં ફરતો હતો.


હું નબૂખાદનેસ્સાર મારા મહેલમાં સુખ શાંતિમાં રહેતો હતો. અને વૈભવ માણતો હતો.


તેઓમાં હોશિયારી-સમજણ હોત તો કેવું સારૂં? કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?


બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા, તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો; તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું. હું વિધવા નથી, હું કદી ઉદાસ થનાર નથી.’


Lean sinn:

Sanasan


Sanasan