Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:2 - પવિત્ર બાઈબલ

2 ઘંટી લઇને તારે લોટ દળવો પડશે; બુરખો કાઢી નાખી, ઘાઘરો ઊંચો ખોસી, પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:2
22 Iomraidhean Croise  

તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.


આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.


તો ભલે મારી પત્ની બીજા પુરુષ માટે રસોઇ કરે. અને ભલે બીજા પુરુષની થઇ જાય.


અને મિસરમાં પહેલા ખોળાનાં બધાંજ બાળકોનાં મૃત્યુ થશે. રાજગાદી ઉપર બેસનાર ફારુનના પ્રથમજનિત રાજકુમાંરથી માંડીને ઘંટીએ દળણાં દળનારી દાસીના પ્રથમજનિત સુધીનાં તમાંમ ઉપરાંત પશુઓનાં પણ બધાંજ પ્રથમજનિત બચ્ચાં પણ મૃત્યુ પામશે.


અને બજાર તરફના બારણા બંધ કરી દેવામાં આવશે; અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે. અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારી સ્ત્રીઓ શાંત થઇ જશે;


તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.


તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે.


કિંનારવાળા કપડાં, મલમલના કપડાં.


હે એશઆરામી સ્ત્રીઓ, કંપી ઊઠો! હે બેદરકાર સ્ત્રીઓ, ધ્રૂજી ઊઠો! તમારા રોજબરોજના વસ્રો દૂર કરો અને શણના કપડાં પહેરીલો.


ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે.


હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ.


હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ.


બધી પ્રજાઓ તેના અને તેના પુત્રના અને પૌત્રના તાબામાં રહેશે, અને અંતે જ્યારે તેના દેશનો વારો આવશે ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેને તાબે કરશે; તેને આધીન થાઓ અને તેની સેવા કરો.


જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.


જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ.


હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને, ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો. સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે; તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે.


આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.


જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [


અને જે કોઈ પણ સ્ત્રી ઉઘાડા માથે દેવની પ્રાર્થના કે પ્રબોધ કરતી હોય તો તેના માથાનું અપમાન કરે છે. તેણે માથુ ઢાંકેલું રાખવું જોઈએ. જો તે તેનું માથુ ઢાંકતી નથી તો તે સ્ત્રી પેલી સ્ત્રી જેવી જ છે જેણે પોતાના કેશ કપાવી નાખ્યા હોય.


પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો કાઢી નાખી, અને તેને ગાઝા લઈ ગયા, ત્યાં તેને પિત્તળની સાંકળોથી બાંધીને કેદખાનામાં અનાજ દળવાનું કામ સોંપવામાં આવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan